મહેસાણા જિલ્લાનાં આદિવાડાથી ડોડીવાડા સુધીનો માત્ર દોઢ વર્ષ પહેલાં બન્યો રોડ હાલમાં અતિબિસ્માર હાલતમાં પહોંચી ગયો છે. 3 કિમીના લંબાણમાં આવેલા રસ્તા પર 25થી વધુ મોટા ખાડા પડી ગયા છે, જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર, રસ્તાની કામગીરીમાં ગંડી ગુણવત્તાનો ઉપયોગ થયો છે અને કામ દરમિયાન તંત્ર તથા કોન્ટ્રાક્ટરોએ ભ્રષ્ટાચાર આચર્યો હોવાની શંકા પણ લોકોમાં ઉઠી રહી છે.ગ્રામજનોના મતે, તંત્રે સમયસર મોનીટરીંગ કર્યું હોત તો આજે માર્ગની આ હાલત નહીં હોત. તંત્ર અને કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહી થાય અને ફરીથી સારી ગુણવત્તાવાળો રસ્તો બનાવવામાં આવે તેવી લોકોની માંગ છે.