રાજકોટ શહેરમાં નવા વર્ષની ઉજવણીને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર સતર્ક બન્યું છે. થર્ટી ફર્સ્ટની રાતે કોઈપણ પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિ ન થાય તે માટે SOG ટીમે FSLના સહયોગથી વિવિધ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. મોડી રાત સુધી શહેરના મહત્વના માર્ગો પર વાહનચાલકોની તપાસ કરવામાં આવી હતી. નવા વર્ષ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા સતત નજર રાખવામાં આવશે. દારૂ, ડ્રગ્સ તેમજ અન્ય ગેરકાયદે પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરવા માટે પોલીસ એલર્ટ મોડમાં છે.