આજથી નવલા નોરતાંનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે..અમદાવાદ શહેરમાં શેરી ગરબાથી લઈને મોટા આયોજનો પર સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસે એક્શન પ્લાન તૈયાર કર્યો છે.અમદાવાદ પોલીસ સમક્ષ અત્યાર સુધીમાં નવરાત્રીના આયોજન માટે 84 જેટલી અરજીઓ આવી છે જેમાંથી 29 અરજીઓને મંજૂરી આપી દેવામાં આવી છે જ્યારે બાકીની અરજીઓ પર મંજૂરીની પ્રક્રિયા ચાલું છે.નવરાત્રી દરમિયાન કોઈ અચ્છનીય ઘટના કે છેડતી ન થાય તે માટે પોલીસ વિશેષ બંદોબસ્ત ગોઠવ્યો છે.નવરાત્રી દરમિયાન 15 DCP, 30 ACP, 160 PI, 5 હજાર પોલીસકર્મી બંદોબસ્તમાં ખડેપગે રહેશે આ ઉપરાંત 4 હજાર જેટલા હોમગાર્ડના જવાનો તૈનાત રહેશે.સાથે SRPની 3 ટુકડી અને એક સ્પેશિયલ એક્શન ફોર્સ પણ તૈનાત રહેશે.