અમદાવાદમાં ટ્રાફિક સમસ્યા નિવારવા પોલીસે ઘડ્યો એક્શન પ્લાન. શહેરમાં વધુ ટ્રાફિક થતો હોય તેવા પોઈન્ટનું કરવામાં આવશે વિશ્લેષણ. ટ્રાફિક પોલીસે પીરાણા ચાર રસ્તાને સિગ્નલ ફ્રી કર્યા. ચાર રસ્તા બંધ કરી રોડની બંને બાજુ ડાઈવર્ઝન મૂકવામાં આવ્યાં. જ્યાં પણ ટ્રાફિક સમસ્યા છે તેવા દરેક પોઈન્ટ પર ફેરફાર કરાશે. અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા તે હવે પ્રાણ પ્રશ્ન બની ગઈ છે. ત્યારે ટ્રાફિકની સમસ્યાને દૂર કરવા પોલીસે એક્શન પ્લાન ઘડ્યો છે. શહેરમાં હવે વધુ ટ્રાફિક થતા પોઈન્ટનું કરવામાં આવશે એનાલિસિસ.. પીરાણા ચાર રસ્તાને સિગ્નલ ફ્રી બનાવવાનો પ્રયોગ સફળ રહ્યો છે. તે જ રીતે અન્ય સ્થળો પર પણ એક્શન લેવાશે. ચાર રસ્તા બંધ કરી, રોડની બંને બાજુએ ડાયવર્ઝન મુકીને ટ્રાફિકના ભારણને હળવું કરવામાં પોલીસને કેટલીક હદે સમસ્યામાંથી મુક્તિ મળી છે.. આ જ પ્રમાણે જ્યાં પણ ટ્રાફિક સમસ્યા છે તેવા દરેક પોઈન્ટ પર ફેરફાર કરાશે.