મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના કારણે સમગ્ર વિશ્વમાં માઠી અસર પડી રહી છે. ભારતમાં પણ ઓઈલ અને ગેસ અંગે ચિંતા વધી છે. એવામાં સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના તમામ મુખ્યમંત્રી સાથે બેઠક યોજી .યુદ્ધના કારણે ભારતમાં આવી રહેલા પડકારો સામે રાજ્યોની તૈયારી અંગે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.બેઠક દરમિયાન મધ્ય પૂર્વમાં ચાલતા યુદ્ધ અને હોર્મુઝ જળસંધિ બંધ થવાના જોખમને ધ્યાનમાં રાખીને ઇંધણ સપ્લાય, મોંઘવારી અને સપ્લાય ચેન પર વિગતવાર ચર્ચા કરવામાં આવી. મુખ્ય પ્રધાનોને પોતાના રાજ્યની તૈયારી અંગે માહિતી આપવા અને સ્થિતિને સંભાળવા માટે સજ્જ રહેવા સૂચના આપવામાં આવી. વડાપ્રધાને આ પરિસ્થિતિની તુલના કોરોના સમય સાથે કરી અને “ટીમ ઇન્ડિયા”ના ભાવથી કામ કરવાની અપીલ કરી.