વડોદરાના વાઘોડિયામાં દશામાના મઢમાં લોકોની ભીડ વધી. મુદ્દો આસ્થાનો હતો, વ્રત ચાલી રહ્યું હતું. પરંતુ આ ભીડ વધારવા અને લોકોને ગુમરાહ કરવાનો પણ કારસો રચાયો હતો. જેનો પર્દાફાશ વિજ્ઞાનજાથાએ કર્યો.. એવી વાતો ફેલાવાઈ હતી કે, દશામાના મઢમાં સાંઢણીની આંખમાંથી ઘી નીકળે છે. આ વાતની જાણ વિજ્ઞાનજાથાને પણ થઈ. જેમણે બે દિવસ સુધી બે લોકોને તપાસમાં જોતર્યા હતા. જેમાં જાણવા મળ્યું કે, ઘી નીકળવાની વાત તદ્દન ઉપજાવી કાઢી હતી.. વનસ્પતિ ઘીને થીજવીને સાંઢણીની આંખમાં લગાવી દેવાતું હતું. જે તાપમાનને કારણે ધીરે ધીરે ઓગળતું. જેને એવું કહેવાતું કે, આંખમાંથી ઘી નીકળે છે. વિજ્ઞાનજાથાએ આ વાતનો પર્દાફાશ કર્યો. મંદિરમાં રહેતા ભૂઈ અને તેના પરિજનો છેલ્લા 35 વર્ષથી માતાના ચમત્કારને નામે ધતિંગ કરતા હતા. આ ઘટનાનો પર્દાફાશ કર્યા બાદ ભૂઈ સીતાબા, તેના પુત્રએ પોતાની કરતૂતની કબૂલાત પણ કરી. જે બાદ પોલીસે ભાવિકોની શ્રદ્ધા સાથે ચેડાં કરનારા માતા-પુત્રની અટકાયત કરી હતી.