અમદાવાદમાં પણ કેટલાક સ્થળે પેટ્રોલની અછત વર્તાઈ. માનવમંદિર પાસે આવેલા પેટ્રોલપંપ પર પેટ્રોલ પૂરૂ થઈ જતા. પેટ્રોલ ભરાવવા આવેલા વાનહચાલકો પરત ફર્યા. તો મેમનગર ગામમાં આવેલા પેટ્રોલ પંપમાં પણ પેટ્રોલ ન હોવાથી લોકો હેરાન થયા. શુકવાર બાદ પેટ્રોલનો જરૂરી જથ્થો નથી આવ્યો. અમદાવાદમાં પેટ્રોલનો જથ્થો ઉપલબ્ધ હોવાના દાવા વચ્ચે પેટ્રોલપંપ બંધ થવાની શરૂઆત થઈ ચુકી છે. ઇંધણની કમીના કારણે પકવાન પાસે આવેલો પેટ્રોલ પંપ બંધ કરાયો છે.પંપ પર માત્ર CNG નું વેચાણ કરાઈ રહ્યું છે, જજીસ બંગલો-દૂરદર્શન રોડ પર આવેલ પેટ્રોલપંપ પણ બંધ કરાયો છે. અમદાવાદના બોડકદેવમાં પેટ્રોલ પંપ પર લાગી લાંબી કતાર, લોકો ડરના માર્યા પેટ્રોલ ભરાવવા લાંબી લાઈનોમાં લાગ્યા, કેટલાક પેટ્રોલ પંપ પર જથ્થો ન હોવાના કારણે બંધ હોવાથી લોકોમાં ડર , 1 કલાકે પેટ્રોલ ભરાવવાનો નંબર આવે તેવી લાઇનો લાગી, કેટલાક પેટ્રોલ પંપ બંધ તો કેટલાક પેટ્રોલ પંપ પર લાંબી કતારો, પેટ્રોલ પંપની બહાર અડધા કિલોમીટર સુધીની લાગી લાઈનો.