બનાસકાંઠા જિલ્લામાં પેટ્રોલની અછત અંગે ફેલાયેલી અફવાઓ વચ્ચે લોકોમાં અફરાતફરી જોવા મળી રહી છે. અફવાઓના કારણે લોકો પેટ્રોલ પંપ તરફ દોડી રહ્યા છે અને જરૂર કરતા વધુ પેટ્રોલ ભરાવવાની હોડ લાગી છે. ડીસા પંથકમાંથી એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં લોકો દૂધની બરણીઓમાં પેટ્રોલ ભરાવતા દેખાઈ રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોમાં વધુ ગભરાટ ફેલાયો છે. પરિસ્થિતિને કારણે પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો લાગી રહી છે અને લોકો બરણીઓ લઈને પણ પેટ્રોલ લેવા ઉમટી રહ્યા છે. જેના કારણે વ્યવસ્થા પર અસર પડી રહી છે. આ અંગે જિલ્લા કલેક્ટરે લોકોને અફવાઓથી દૂર રહેવા અને ગભરાટ ન ફેલાવવા અપીલ કરી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે પેટ્રોલની કોઈ અછત નથી અને લોકો શાંતિ જાળવે.