પહેલા 3 રૂપિયા.. પછી 90 પૈસા. ફરી 87થી 91 પૈસા. અને હવે અઢીથી પોણા 3 રૂપિયાનો વધારો ઈંધણમાં ઝીંકાયો છે. 11 દિવસમાં ચોથીવાર સરકારે પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાર્યા છે. અને પેટ્રોલ કુલ 7.40 રૂપિયા. તેમજ ડીઝલ 7.52 રૂપિયા કુલ મોંઘુ થયું છે. નવા વધારા બાદ પેટ્રોલનો ભાવ 101.66 રૂપિયા થયો છે. તો ડીઝલનો ભાવ 97.78 રૂપિયા થયો છે.. ગુજરાતમાં સરકારી કંપનીઓના પંપ પર પેટ્રોલ 100ને પાર થયું છે. યુવાનોનું કહેવું છે કે યુદ્ધની સ્થિતિમાં ક્રૂડ ઓઈલના ભાવ આસમાને પહોંચતા સરકારને પણ ફટકો સહન કરવો પડ્યો છે. ત્યારે પેટ્રોલ અને ડિઝલને વિવેકપૂર્ણ વાપરવા અંગે યુવાનો અપીલ કરી રહ્યા છે. ક્રૂડની કિંમતો વધવાથી તેલ કંપનીઓ દબાણમાં હતી. તેથી કંપનીઓએ નુકસાનની ભરપાઈ કરવા માટે આ પગલું ભર્યું છે. જો ક્રૂડ ઓઇલની કિંમતોમાં લાંબા સમય સુધી તેજી જળવાઈ રહેશે તો પેટ્રોલ-ડીઝલની કિંમતો વધુ વધારી શકાય છે.