વડોદરા શહેરમાં ખાડાઓ મામલે મનપાએ નવો પરંતુ નાલેશીજનક રેકોર્ડ બનાવ્યો. તાંદલજામાં ફક્ત 500 મીટરના અંતરમાં જ રેકોર્ડ 973 ખાડા જોવા મળ્યા. ફાયર બ્રિગેડ દ્વારા ખાડાઓની ચકાસણી દરમિયાન રોડ શાખાની લાલિયાવાડીનો પર્દાફાશ થયો છે. ચોમાસાની શરૂઆત જ છે, ત્યાં ફાયર બ્રિગેડે અત્યાર સુધીમાં 1500 જેટલા ખાડા શોધી કાઢ્યા છે.