નર્મદાના ગરૂડેશ્વરના ઝરવાણી ગામમાં લોકો મૂળભૂત સુવિધાઓથી વંચિત છે. ગામના દેડકા ફળિયાથી મેળા ફળિયા વચ્ચે વહેતી ખાડી પર પુલની સુવિધા ન હોવાથી ગ્રામજનો રોજ જીવના જોખમે અવરજવર કરવા માટે મજબૂર બન્યા છે. ગામના લોકોએ ભેગા મળીને વીજ થાંભલા ગોઠવી અવરજવરની કામચલાવ વ્યવસ્થા ઉભી કરી હતી. ગામના લોકોનો આક્ષેપ છે કે ગામની આ ખાડી ઉપર પુલ કે કોઝવે જેવું નાળુ બનાવવામાં આવે એની ગ્રામજનો દ્વારા વર્ષોથી માગ કરવામાં આવી રહી છે. છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી કરાતી નથી. પરિણામે ગામના લોકો મુશ્કેલીમાં મુકાતા હોય છે.