જામનગરમાં કમોસમી વરસાદથી થયેલા પાક નુક્સાનની સહાયની ચુકવણી શરૂ થઈ છે.જામનગર જિલ્લામાં અત્યાર સુધી 1.31 લાખ ખેડૂતોની સહાય મેળવવા માટે અરજી આવી છે.જેમાંથી 1,643 ખેડૂતોને અત્યાર સુધીમાં કુલ રૂ. 5.43 કરોડ રૂપિયાની ચુકવણી કરવામાં આવી છે.ખેડૂત દીઠ સરેરાશ 33 હજારથી વધુની ચુકવણી કરવામાં આવી છે. જિલ્લા ખેતાવાડી અધિકારીએ કહ્યું કે બાકી રહેલા ખેડૂતોને પણ જલદી સહાય ચુકવાશે.