પંચમહાલ પાવાગઢમાં નવરાત્રિના અંતિમ નોરતે મહાકાળી માતાના દર્શન માટે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી. માતાજીનાં દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો મોડી રાત્રે શક્તિદ્વાર પહોંચ્યા હતા. સમગ્ર પાવાગઢમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ મહાકાળી માતાની મંગળા આરતીનાં દર્શન કરવા માટે ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. માતાજીનાં દર્શન કરવા માટે દૂર-દૂરથી આવેલા શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. અંતિમ નોરતે ભક્તોએ માતાજીના જયઘોષ સાથે દર્શનનો લ્હાવો લીધો હતો. મહાકાળી માતાનાં પાવન દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી. નવરાત્રિના અંતિમ દિવસે પાવાગઢમાં ભક્તોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિને પગલે સમગ્ર મંદિર પરિસર ભક્તિમય બની ગયું હતું.