કચ્છ: પાટીદાર સમાજની વસતી અંગે પાટીદાર અગ્રણી આર.પી પટેલે વ્યક્ત કરી ચિંતા, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આર.પી પટેલનું મોટું નિવેદનઓછામાં ઓછા 3થી 4 બાળકો પેદા કરવા પાટીદારોને કરી અપીલ,"પાટીદાર સમાજમાં ‘વન ચાઇલ્ડ’ અને ‘નો ચાઇલ્ડ’નો ટ્રેન્ડ ઘાતક", "સમાજનું સંખ્યાબળ ઘટતા સામાજિક અને રાજકીય શક્તિ પણ ઘટી", અસ્તિત્વ માટે લડવું પડે તેવી ગંભીર પરિસ્થિતિ સર્જાઈ: આર.પી પટેલ આર.પી. પટેલના આ નિવેદનને આજનો સમાજ અનુસરશે નહીં, તેવો મત SPG પ્રમુખ લાલજી પટેલે વ્યક્ત કર્યો હતો. લાલજી પટેલનું કહેવું છે કે, આજનો સમાજ ભણેલો છે, અને એક અથવા બે બાળકોના જ મતનો છે.. જેથી આટલા સંતાનો પેદા કરવાની વાત કોઈ માનવાનું નથી. રહી વાત તાકાત વધારવાની, તો સવા કરોડની વસતી ધરાવતો સમાજ જો એક હશે, તો રાજકારણમાં પણ મજબૂતાઈથી ધાર્યું કામ કરાવી શકશે.