ભાગીને લગ્ન કરનાર દીકરીઓ ઘણીવાર ખોટા પાત્રના કારણે મુંઝવણમાં મુકાતી હોય છે. ત્યારે પાટીદાર સમાજની મહિલાઓએ કડવા પાટીદાર સમાજની પાઘડીની લાજના નામે એક નવતર પ્રયાસ હાથ ધર્યો છે.જે અંતર્ગત પાટણના ચાણસ્મા તાલુકામાં મણિયારી ખાતે 84 પાટીદાર મહિલાઓનું સંમેલન યોજાયું હતું.જેમાં 3 હજારથી વધુ મહિલાઓ ઉપસ્થિત રહી હતી.અને પ્રેમ લગ્ન કરનાર દીકરીઓને સન્માન ભેર પરત લાવવા પહેલ કરી હતી,પાઘડીની લાજના નામે જે નવતર પ્રયાસ હાથ ધરાયો છે.તેમાં જો દીકરીએ અન્ય સમાજમાં લગ્ન કર્યા બાદ પરત આવવા માગતી હોય તો આવી દીકરીઓને સન્માન ભેર પરત લાવવા અંગે નિર્ણય લેવાયો છે. સાથે જ દીકરીઓ સમય પ્રમાણે ખુબ જ આગળ વધે અને પોતાના ઉજ્વળ ભાવીનું ઘડતર કરે તે અંગે પણ વાત કરાઈ. મહત્વનું છે કે ભાગીને લગ્ન કરનાર દીકરીઓ ઘણીવાર ખોટા પાત્રના કારણે મુંઝવણમાં મુકાતી હોય છે. ત્યારે પાટીદાર સમાજની મહિલાઓએ પાઘડીની લાજના નામે એક નવતર પ્રયાસ હાથ ધર્યો છે. જો દીકરીએ અન્ય સમાજમાં લગ્ન કર્યા બાદ પરત આવવા માંગતી હોય તો આવી દીકરીઓને સન્માન ભેર પરત લાવવા અંગે પહેલ કરાઈ છે. સાથે જ દીકરીઓ સમય પ્રમાણે ખુબ જ આગળ વધે અને પોતાના ઉજ્વળ ભાવીનું ઘડતર કરે તે અંગે પણ વાત કરાઈ.