વડોદરામાં ઈન્ડિગોની ફ્લાઈટમાં વીજળી ગુલ થતાં મુસાફરો અટવાયા. અડધો કલાક સુધી વીજળી ન હોવાથી. ગુંગળામણ થતાં મુસાફરોએ હોબાળો મચાવ્યો. ફ્લાઈટ 6E-657માં ટેકનિકલ ખામીના લીધે વીજળી ગુલ રહી. વીજ પુરવઠો પૂર્વવત થતાં ફ્લાઈટને આગળ રવાના કરાઈ. ફ્લાઈટમાં બેસેલા મુસાફરોએ વીડિયો બનાવીને વાયરલ કર્યો.