દેશમાં હવે કોઈ પણ વ્યક્તિની મજાલ નથી કે પેપર લીક કરે...પણ જો હવે પણ કર્યા..તો જે નિર્ણય લેવામાં આવ્યા છે. તે સાંભળી લો, ગેરરરીતિમાં સામેલને 10 વર્ષ સુધી જેલની સજા, 10 કરોડ રૂપિયા સુધી દંડની જોગવાઈ, આ કેસો માટે તારીખ પર તારીખ નહીં પડે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલશે. નવા કાયદામાં માત્ર પેપર લીક કરનાર નહીં સમગ્ર નેટવર્ક, માસ્ટરમાઈન્ડ, તેનો આર્થિક લાભ મેળવનાર અને આખી ગેંગ સામે કાર્યવાહી થશે. આશા રાખીએ..કે આ NEETનું પેપર જે લીક થયું..તે દેશનું અંતિમ પેપર લીક કૌભાંડ હોય. આશા એ પણ રાખીએ..આવનારી જનરેશન્સ માટે પેપર લીક શબ્દ જ ના રહ્યો હોય એવી સ્થિતિ સર્જાય.