પંકજ ધીર તેમના શાનદાર અભિનય કૌશલ્ય અને દમદાર અવાજ માટે જાણીતા હતા. પરંતુ 1988ના ઐતિહાસિક નાટક 'મહાભારત'માં કર્ણના તેમના પાત્રે તેમને ખરેખર અમર બનાવ્યા. કર્ણના તેમના પાત્રને દેશભરમાં લોકપ્રિયતા મળી હતી. તેઓએ 'સડક', 'સોલ્જર' અને 'બાદશાહ' સહિતની ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. અહેવાલો અનુસાર, અભિનેતા પંકજ ધીરના અંતિમ સંસ્કાર મુંબઈના વિલે પાર્લે સ્થિત પવન હંસ સ્મશાનગૃહમાં કરવામાં આવશે.. પંકજ ધીરના અવસાનથી ફિલ્મ જગતની સાથે. તેમના ચાહકો અને દર્શકોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે.