નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં દીપડાના આંટાફેરાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. વાંસદાના નાનીવાલઝર ગામમાં પટેલવાડી વિસ્તારમાં ઘરના ઓટલા પર આટાફેરા મારતો દીપડો સીસીટીવીમાં કેદ થયો છે.શિકારની શોધમાં દીપડો રહેણાક વિસ્તારમાં ઘૂસી આવ્યો હતો.રહેણાક વિસ્તારમાં દીપડાની એન્ટ્રીથી રહીશોમાં ભય ફેલાયો છે.સ્થાનિકોએ વનવિભાગને જાણ કરીને. દીપડાને પાંજરે પુરવા રજૂઆત કરી છે.