પંચમહાલ જિલ્લાના પાવાગઢમાં નવરાત્રિ પૂર્વે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. માતાજીની જ્યોત લેવા અને મહાકાળી માતાજીનાં દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો પાવાગઢ પહોંચ્યા હતા. નવરાત્રિ પર્વને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પાવાગઢમાં મોડી રાતથી જ ‘જય માતાજી’ના નાદ ગૂંજી ઊઠ્યા હતા. મંદિર પરિસર સહિત સમગ્ર પાવાગઢમાં જ્યાં જુઓ ત્યાં ભક્તોની ભારે ભીડ નજરે પડી રહી હતી. માતાજીની જ્યોત લેવા અને આશીર્વાદ મેળવવા માટે દૂરદૂરથી આવેલા ભક્તોમાં ભક્તિભાવ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. નવરાત્રિ પૂર્વે પાવાગઢમાં ઉમટેલી ભક્તોની આ ભીડથી સમગ્ર યાત્રાધામ માતાજીના જયઘોષથી ગુંજી ઊઠ્યું હતું.