પાલનપુર-અમદાવાદ હાઈવે છેલ્લા કલાકોથી બંધ કરવામાં આવ્યું છે. ટ્રાફિકની સ્થિતિ અથવા પાણીના નિકાલની વ્યવસ્થાના અભાવે તેને બંધ કરવામાં આવ્યું..પાલનપુર, આબુરોડથી અમદાવાદ જતા વાહનોને ડાયવર્ઝન અપાયું છે.છાપીથી 15 કિમી દૂર જગાણા ચાર રસ્તા પાસે ડાયવર્ઝન અપાયું છે. વડગામ, ખેરાલુ અને મહેસાણા થઈ અમદાવાદ જઈ શકાશે. ડાયવર્ઝન અપાતા વાહનચાલકોને 70થી 100 કિમીનો ફેરો ફરવો પડી રહ્યો છે..મોડી રાતથી છાપી નજીક ST બસ સહિત અનેક વાહનો ફસાયેલા છે. વાહનો પાણીમાં ના ફસાઇ જાય અને કોઇ મુસીબત ના આવે તે માટે આ રસ્તો બંધો કરવામાં આવ્યો છે. જો કે તેના કારણે વાહનચાલકોનો સમય પણ વ્યર્થ થઇ રહ્યો છે.પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ના હોવાના કારણે આ હાલાકી થઇ હોવાનું વાહનચાલકો માની રહ્યાં છે.