ભાવનગર જિલ્લામાં દર વર્ષની માફક આ વર્ષે પણ ગુજરાતના ડુંગળીના કુલ ઉત્પાદનનું સિત્તેર ટકા જેટલું ઉત્પાદન માત્ર ભાવનગર જિલ્લામાં થયું છે... શરૂઆતમાં ડુંગળીના સારા ભાવ મળતા ખેડૂતનો સારી આવક થવાની આશા બંધાઈ હતી... પરંતુ માગ કરતા વધુ આવક અને માવઠાએ ખેડૂતોની આશા પર પાણી ફેરવી દીધુ... ત્યારે માગ કરવામાં આવી રહી છે કે ઓછા ભાવ અને માવઠાને કારણે ખેડૂતોને થયેલા નુકસાનને લઈ સરકાર સહાય ચૂકવે