"હવે માત્ર સરકારી કે પ્રાઈવેટ નોકરી નહીં... દરેકને મળી શકશે પેન્શન... તમે જાતે નક્કી કરી શકશો કે નિવૃત્તિ પછી કેટલી પેન્શન જોઈએ આવી કામની માહિતી મીશ ન થઈ જાય એટલે વિડીયો અત્યારે જ સેવ કરી લેજો. Ola, Uber, Swiggyમાં કામ કરનારને પણ મળશે પેન્શન! કેન્દ્ર સરકાર EPFO 3.0 હેઠળ નવી અને વધુ ફ્લેક્સિબલ પેન્શન સ્કીમ લાવવાની તૈયારીમાં છે. આ સ્કીમમાં ગિગ વર્કર્સ, પ્રાઈવેટ કર્મચારીઓ અને વધુ પગાર ધરાવતા કર્મચારીઓ સહિત લગભગ દરેકને પેન્શનનો લાભ આપવાનો વિચાર ચાલી રહ્યો છે. સૌથી મોટો ફેરફાર એ હશે કે તમે જાતે નક્કી કરી શકશો કે નિવૃત્તિ પછી કેટલી પેન્શન જોઈએ. તે મુજબ સિસ્ટમ તમને દર મહિને કેટલું યોગદાન કરવું તે પણ બતાવશે. એક જ UAN દ્વારા અલગ-અલગ કંપની કે પ્લેટફોર્મમાં કામનું PF અને પેન્શન એક જ એકાઉન્ટમાં ટ્રેક કરી શકાશે. સરકાર, કંપનીઓ અને જરૂર પડે તો CSR અથવા અન્ય સંસ્થાઓ પણ યોગદાન આપી શકે તેવી જોગવાઈ પર વિચાર થઈ રહ્યો છે. 55 વર્ષની ઉંમર પછી પેન્શન કેવી રીતે લેવી અથવા પૈસા કેવી રીતે વાપરવા તેની વધુ છૂટ પણ મળી શકે છે. પરંતુ ધ્યાન રાખજો... આ યોજના હાલ ચર્ચાના તબક્કામાં છે. સરકાર હજુ અંતિમ મંજૂરી, નિયમો અને અમલની તારીખ જાહેર કરી નથી. જો આ યોજના અમલમાં આવશે, તો ભારતમાં કરોડો લોકોને પહેલીવાર વધુ વ્યાપક સામાજિક સુરક્ષા અને પેન્શનનો લાભ મળી શકે છે.