રાષ્ટ્રીય હવામાન વિભાગે ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં તેજ પવન સાથે વરસાદની આગાહી કરી છે.નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવને કારણે આગામી 48 કલાક દરમિયાન દિલ્લી, ઉત્તરપ્રદેશ, બિહાર સહિત અનેક રાજ્યોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે.વરસાદની સાથે ભારે પવન પણ ફૂંકાશે.બીજી તરફ જમ્મુ કાશ્મીર સહિતના પર્વતીય રાજ્યોમાં હિમવર્ષા અને વરસાદની આગાહી કરાઈ છે.હિમવર્ષા પછી ઠંડા પવનોને કારણે મહત્તમ તાપમાન ઘટી શકે છે.