ધરાલીની આફતને અત્યાર સુધી વાદળ ફાટવાની ઘટના ગણાઈ રહી હતી.. પરંતુ હવે એક થિયરી એવી પણ સામે આવી રહી છે કે, વાદળ ફાટ્યું જ નથી. હવામાન વિભાગનું કહેવું છે કે, ધરાલીમાં વાદળ ફાટ્યું નથી,મંગળવારે ધરાલીમાં માત્ર 27 મીમી જ વરસાદ પડ્યો હતો,આટલો વરસાદ વાદળ ફાટવા અને પૂર માટે ખૂબ ઓછો છે,દુર્ઘટનાનું કારણ શ્રીખંડ પર્વત પરનો હેગિંગ ગ્લેશિયર હોઈ શકે,નિષ્ણાત મુજબ આપદા વાતાવરણને કારણે નથી આવી, ભૂગર્ભીય અને જળવાયુ પરિવર્તનને કારણે આફત આવી, સતત તાપમાનમાં વધારો થતાં હેગિંગ ગ્લેશિયર પીગળે છે, વરસાદ અને ભેજને કારણે ગ્લેશિયરનો મોટો ભાગ તુટ્યો, આ તુટેલો ભાગ બે-ત્રણ ઝરણાંઓને તોડતો નીચે તરફ આવ્યો, જેના કારણે પહાડના ટુકડાં ધરાલી સુધી ઝડપથી પહોંચી ગયા