ભારતના 77મા પ્રજાસત્તાક દિવસના કાર્યક્રમની આમંત્રણ પત્રિકા NID અમદાવાદે તૈયાર કરી છે...રાષ્ટ્રપતિ ભવનથી પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં આવનારા મહેમાનોના ઘરે આમંત્રણ મોકલાશે. આગામી 26 જાન્યુઆરીએ 77માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી થવાની છે ત્યારે રાષ્ટ્રપતિ ભવન માટે 26 જાન્યુઆરીના આમંત્રણ પત્રિકાની ડિઝાઇન NID દ્વારા તૈયાર કરી છે.નોર્થ ઇસ્ટની થીમ પર આ આમંત્રણ પત્રિકા તૈયાર કરવામાં આવી છે..આમંત્રણ પત્રિકામાં અરુણાચલ પ્રદેશ, આસામ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, સિક્કિમ અને ત્રિપુરાની પરંપરાગત હસ્તકલાઓ પ્રદર્શિત કરવામાં આવી છે..ભારતના પૂર્વોત્તર રાજ્યોના 350થી વધુ કારીગરોએ NID અમદાવાદ ટીમ સાથે મળીને આમંત્રણ પત્રિકા તૈયાર કરી છે..NID એ 45 દિવસમાં એક હજાર અષ્ટલક્ષ્મી હેન્ડ મેડ કીટ તૈયાર કરી છે.આમંત્રણ પત્રિકામાં વણાયેલા વાંસની સાદડીનો ઉપયોગ કરવામાં આવે છે, જે લૂમ પર રંગીન સુતરાઉ દોરા અને વાણ પર બારીક હમ્બુ સ્પ્લિટનો ઉપયોગ કરવામાં આવે છે.