દાંતીવાડા અને સીપુ ડેમ બાદ, સ્થાનિક નદીઓમાં પણ નવા નીરની આવક થઇ છે અને વર્ષોથી મૃતપાય બનેલી નદી ફરી એકવાર જીવંત બની છે. બનાસકાંઠાની ઓળખ સમાન બનાસ નદીમાં નવા નીરની આવક થઇ છે. નવા નરી આવતા જ બનાસ નદી બે કાંઠે વહેતી જોવા મળી અને બનાસ નદી જાણે કે જીવંત બની હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા.