રાજકોટ જિલ્લામાં રાતભર વરસેલા માવઠાને કારણે નદીઓ અને ડેમોમાં નવા પાણીની આવક થઈ છે. પાળ ગામની નદીમાં મોટા પ્રમાણમાં વરસાદી પાણી વહેતા થયા હતા. શાપર, વેરાવળ, પારડી અને ઢોલરા સહિતના અનેક ગામડાંઓની નદીઓમાં પણ પાણીની આવક થતાં તે વહેતી થઈ હતી. આ ઉપરાંત, જિલ્લાના મુખ્ય જળસ્ત્રોતો એવા આજી, ન્યારી અને ભાદર સહિતના ડેમોમાં પણ માવઠાનું પાણી આવ્યું છે, જેનાથી જળસપાટીમાં વધારો થયો છે.