સુરતમાં SOG પોલીસે સુરભી ડેરીમાંથી 955 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપી પાડ્યો હતો. સાથે જ 600 લીટર દૂધ અને 90 લીટર તેલનો જથ્થો પણ સીઝ કરવામા આવ્યો હતો. ત્યારે ડેરી પ્રોડક્ટમાં એસિડ ઉમેરાતું હોવાનું સામે આવતાં ખળભળાટ મચ્યો છે. જો કે સંચાલકે સમગ્ર મામલે સંચાલકની ધરપકડ કરી કાર્યવાહીના ચક્રો ગતિમાન કર્યા છે. SOG વિભાગના DCPના જણાવ્યા મુજબ પનીર અસલી છે કે નકલી તે જાણવાની વિવિધ પદ્ધત્તિઓ વિકસાવવામાં આવી છે. જેના થકી સામાન્ય લોકો પણ અસલી અને નકલી પનીરનો ભેદ પારખી શકે એમ છે. જો કે લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર ભેળસેળિયા વેપારીઓને બક્ષવામાં નહીં આવે તેવી પણ DCPએ ચેતવણી આપી હતી.