ધ્યાનથી જુઓ આ દ્રશ્યોને.જે આણંદના ST ડેપો પરથી સામે આવ્યા છે.જેમાં જોઈ શકાય છે કે જોરદાર કોટી પહેરીને.મસ્ત તૈયાર થઈને પહેલા તો નવી બસના વધામણા આપી ધારાસભ્ય યોગેશ પટેલે મિઠાઈ ખવડાવી અને રિબિન કાપી.એટલું જ નહીં બાદમાં ખબર નહીં નેતાજીને શું સુરાતન ઉપડ્યું કે યોગેશ પટેલ સીધા જ ડ્રાઈવરની સિટ પર જઈને બેસી ગયા અને શિટબેલ્ટ બાંધ્યા વગર એક હાથ બારીની બહાર રાખીને બસ ચલાવવાનું શરૂ કરી દીધું.ધારાસભ્યને થયું હશે કે પબ્લિક પણ મોટી સંખ્યામાં છે તો લાવને પબ્લિસિટી સ્ટંટ કરી લઉં.પરંતુ આમાને આમા ધારાસભ્યએ નિયમોના ધજાદગરા ઉડાડી દીધા,બસ ચલાવતી વખતે કોઈ દુર્ઘટના થઈ હોત તો જવાબદારી કોણ લેતું ?.પરંતુ બસ ચલાવવાને લઈને વિવાદ થતા ધારાસભ્ય યોગેશ પટેલે કહ્યું કે આ તો લોકોની સેવા છે. ઉલ્લેખનીય છે કે છઠ્ઠી જાન્યુઆરીએ નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવી જ્યારે આણંદમાં હતા ત્યારે રમૂજી અંદાજમાં સાંસદ અને ધારાસભ્યને કહ્યુ હતુ કે. જો ડ્રાઈવર ન મળે તો તમે બસ ચલાવી લેજો. જે વાતને ગંભીરતાથી લઈ ધારાસભ્યએ આજે ખરેખર ST બસ ચલાવી જેનો વીડિયો વાયરલ થયો. અને સવાલ ઉઠ્યા કે જો ધારાસભ્ય જ નિયમો નેવે મૂકે તો શું પગલાં લેવાશે.