બનાસકાંઠામાં એસટી બસની બેદરકારી સામે આવી છે. થરાદ-શામળાજી રૂટની બસમાં માર્યાદા કરતા વધુ મુસાફરો બેસાડતા હાલાકી સર્જાઈ. ઓવર લોડના કારણે દાંતા કુવારસી ઘાટ પર એસટી બસ અટકી પડી. મુસાફરોએ દોઢ કિલો મીટરનો ઢાળ ચઢવાની ફરજ પડી. નાના બાળકો સાથે લોકો હેરાન થયા.