મોરબીની ક્રિષ્ના મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની બેદરકારી સામે આવી છે.જ્યાં અચાનક જ દર્દીઓ અને તેમના સગા ભરેલી લિફ્ટ અધવચ્ચે અટકી ગઇ હતી. અડધો કલાકથી વધુ સમય સુધી લોકો લિફ્ટમાં ફસાઇ ગયા.માંડ માંડ લિફ્ટને સરકાવીને લોકોને લિફ્ટમાંથી બહાર કઢાયા. ચાલવામાં અશક્ત દર્દીઓને ભારે પીડા વેઠવી પડી હતી.ત્યારે હોસ્પિટલમાં ઇમર્જન્સી સેવાની સુવિધા ન હોવાથી દર્દી અને દર્દીનાં સગામાં આક્રોશ.અન્ય દર્દીના સગાએ વિડિઓ બનાવી વ્યથા રજૂ કરી.