રાજકોટમાં ચૂંટણી પ્રચાર વચ્ચે નણંદ-ભાભી નયનાબા-રીવાબા સામ-સામે. વોર્ડ નંબર-2થી ચૂંટણી લડતાં નયનાબાને ભાભી રીવાબાએ પહેલાં પાઠવી શુભકામના પછી કર્યા શાબ્દિક પ્રહાર. કહ્યું, એમને ખૂબ જ શુભકામના પણ જીતશે તો ભાજપ. ભાજપના ઉમેદવારને લોકો જંગી લીડથી જીતાડશે. બીજી તરફ ભાભીની શુભકામના પર નણંદ નયનાબાએ માન્યો આભાર. સાથે જ ઉમેર્યું કે, જીત કોની થશે તે તો સમય જ બતાવશે... કોંગ્રેસ અદ્ધરતાલ વાત નહીં, પણ જમીન પર રહીને કરે છે કામ. 5 વર્ષમાં ભાજપના કોર્પોરેટરો ક્યાંય ન દેખાયા. ભાજપે કામ કર્યું હોત તો દરેક વોર્ડમાં ઉમેદવાર બદલવાની જરૂર કેમ પડી તેવો પ્રશ્ન કર્યો.