નવસારીમાં પણ હવે વંદે ભારત ટ્રેનના સ્ટોપેજને મંજૂરી અપાતા સમગ્ર જિલ્લામાં ખુશીનો માહોલ છવાયો છે. વર્ષો જૂની ટ્રેનના સ્પોટેજની માગ સંતોષાતા કેન્દ્રીય જળશક્તિ પ્રધાન સી.આર.પાટીલે પણ આનંદ વ્યક્ત કર્યો હતો. સી.આર.પાટીલે કહ્યું નવી દિલ્લીમાં રેલપ્રધાન અશ્વિની વૈષ્ણવ સાથે યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં નવસારીમાં વંદે ભારત ટ્રેનના સ્ટોપેજની માંગણી કરી હતી. મંત્રાલયે આ માંગણી પર સકારાત્મક પ્રતિસાદ આપ્યો. જોકે હજુ પણ ઘણા પ્રશ્નોના ઉકેલ માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે.ટૂંક સમયમાં નિરાકરણ આવે તેવી અપેક્ષા છે.