સુપ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજી મંદિરે નવરાત્રી મહોત્સવની ઉજવણી થશે. નવરાત્રી પર્વને લઈને તડામાર તૈયારીઓ થઈ ગઈ છે. પ્રથમ નોરતે ઘટ સ્થાપન વિધિ કરવામાં આવશે. નવરાત્રીના નવ દિવસ દરમિયાન માતાજીને વિશેષ શણગાર કરવામાં આવશે. આજે માતાજીના મંદિરે ઝવેરા ઉગાડવાનું પણ વિશેષ મહત્વ છે.