હિમાચલ પ્રદેશમાં કુદરતે વિનાશક તબાહી મચાવી.ચંબા અને મંડી ફરી એકવાર વાદળ ફાટવાથી ભારે તબાહી મચી .ચૌહરઘાટી સિલ્હબુધાનીના કોર્ટાંગમાં વાદળ ફાટવાથી ભારે નુકસાન થયું.વાદળ ફાટવાથી પાંચ પુલ ધોવાઈ ગયા. સૌથી વધુ નુકસાન મંડી જિલ્લામાં નોંધાયું..જ્યાં વાદળ ફાટવા, અચાનક પૂર અને ભૂસ્ખલનની 10 ઘટનાઓ બની..જેમાં 14 લોકોએ જીવ ગુમાવ્યા હતા. હિમાચલ પ્રદેશમાં આકાશમાંથી આફત વરસી રહી છે.ચારેકોર જળબંબાકારની સ્થિતિ સર્જાતાં જનજીવન ખોરવાઈ ગયુ છે.રાજ્યમાં પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓમાં 75 લોકોનાં મોત થયા છે.જ્યારે 288 લોકો ઘાયલ થયા છે..70થી વધુ લોકો હજી ગુમ .261થી વધુ રસ્તાઓ ધોવાયા છે.આગામી ત્રણ દિવસ પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી પણ કરાઈ.