સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિરે પ્રકૃતિએ અનોખું પૂજન અર્પ્યું. વરસાદી ઝાપટા પડતા મંદિર પરિસરમાં અલભ્ય દ્રશ્યો સર્જ્યું.જાણે ઈન્દ્રદેવની કૃપાથી વરસેલી મીઠી અમીવર્ષાથી. મંદિર પરિસર હરિયાળી ઓઢીને ખીલી ઊઠ્યું હતુ.મંદિરના શિખર પર વરસતા વરસાદી છાંટા. ઉછળતા સમુદ્રના મોજા અને હરિત વાતાવરણ વચ્ચે. સોમનાથ મહાદેવના દર્શનનો અનુભવ ભક્તો માટે અવિસ્મરણીય બન્યો.