ખોડલધામને જાન્યુઆરી 2027માં 10 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. તે નિમિત્તે 2027માં 19, 20 અને 21 જાન્યુઆરીએ દશાબ્દી મહોત્વનું આયોજન કરવામાં આવ્યું. આ જ કાર્યક્રમમાં સ્ટેજ પરથી જનમેદનીને સંબોધિત કરતી વખતે ચેરમેન નરેશ પટેલે નિવૃત્તિના સ્પષ્ટ સંકેતો આપ્યા છે. તેમણે જાહેરમાં જણાવ્યું છે કે, આગામી વર્ષ 2027થી તેઓ આરામ કરવા ઈચ્છે છે. તેમણે ઉમેર્યું કે, હવે ખોડલધામની તેમની ટીમ સંપૂર્ણપણે સક્ષમ બની ચૂકી છે, જેથી તેઓ હવે ચેરમેન પદની જવાબદારીમાંથી મુક્ત થઈને આરામ લઈ શકે છે. આ સાથે નરેશ પટેલે એ પણ સ્પષ્ટ કર્યું છે કે, તેમનો પરિવાર ખોડલધામમાં ક્યારેય તેમની જગ્યા નહીં લે. નરેશ પટેલના આ નિવેદન બાદ હવે ખોડલધામના આગામી સુકાની કોણ બનશે અને પાટીદાર સમાજના સમીકરણો પર આની શું અસર પડશે, તેના પર સૌની નજર રહેશે.