<p data-start="34" data-end="576">વાવ-થરાદ વિસ્તારમાં કેનાલોમાં ગાબડા પડવાની સમસ્યા સતત વધી રહી છે. આજે ધરણીધર તાલુકાના નાળોદર ગામની કેનાલમાં ફરી એક મોટું ગાબડું પડ્યું છે. ગાબડું પડતાં કેનાલનું પાણી નજીકના ખેતરોમાં ફરી વળ્યું હતો, જેના કારણે ખેડુતોની એરંડા સહિતના પાકને નુકસાન થયું છે. પ્રાથમિક અનુમાન મુજબ વધારે પાણી છોડાતા કેનાલ ઓવરફ્લો થઇ હતી અને ત્યાર બાદ ગાબડું પડ્યું હોવાનું જાણવા મળે છે. સ્થાનિક ખેડૂતોનો આક્ષેપ છે કે કેનાલના નિર્માણમાં નીચી ગુણવત્તાનું કામ થતાં વારંવાર આવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે. ખેડૂતો હવે વળતરની માંગ સાથે કાર્યવાહી કરવાની અપેક્ષા રાખી રહ્યા છે.</p> <p data-start="34" data-end="576"></p>