વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દર વર્ષની જેમ દિવાળીની ઉજવણી સરહદે તૈનાત જવાનો વચ્ચે જઈને કરી. હિમાચલ પ્રદેશના લેપ્ચામાં તૈનાત બહાદુર જવાનો વચ્ચે મોદી પહોંચ્યા. જવાનો વચ્ચે પીએમ મોદીનો જોશ હાઈ જોવા મળ્યો. વડાપ્રધાન મોદી સૈનિકોને હર્ષભેર મળ્યાં. જવાનોનો શુભ દિવસે મીઠાઈ ખવડાવીને યાદગાર બનાવ્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વર્ષે પણ દિવાળી સીમા પર જવાનોની વચ્ચે ઉજવી છે. વડાપ્રધાને સીમા પરથી હૂંકાર કર્યો. ભારતના દુશ્મનો પર આકરા પ્રહાર કર્યો. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સીમાં પરથી ભારતના વિકાસની ગાથા કહીં. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચીનની સીમા ખુબજ નજીક દિવાળી ઉજવવા પહોંચ્યા જેના પગલે ભારતના દુશ્મન દેશોમાં ખૌફ જોવા મળ્યા