સાંસદ મનસુખ વસાવાએ આજે નામ લીધા વગર ચૈતર વસાવા પર મોટા આક્ષેપ કર્યા .આક્ષેપ સાથે ભાજપ આપ અને કોંગ્રેસ ના નેતાઓ પર સાંસદ વરસ્યા આપ ના નેતાઓ હંમેશા કાર્યક્રમમાં થતા ખર્ચ વિશે માહિતી મેળવી ખોટો હોબાળો કરી અધિકારીઓને તતદાવે છે, આપ ના નેતાઓ મોટા તોડ કરવા એ જ એનું કામ છે.સાંસદ, જિલ્લામાં થયેલા જિલ્લામાં થયેલા બે મોટા રાષ્ટ્રીય કાર્યક્રમમાં 50 લાખ અને 75 લાખનો તોડ કરવા આપના મોટા નેતા ગયા હતા - મનસુખ વસાવાનો આક્ષેપ આપના નેતા ટીમો બનાવી અધિકારીઓને તતડાવી મોટાપાયે ભ્રષ્ટાચાર કરી તોડપાની કરે છે, સાંસદ મનસુખ વસાવા એ કરેલા આક્ષેપ મુજબ ભાજપના અને આપના કેટલાક નેતાઓ મળેલા છે, ભાજપ આપ ના નેતાઓ મળી તોડ પાણી કરે છે.આ બાબતે મનસુખ વસાવા એ પ્રેસ કોન્ફરન્સ કરી પ્રદેશ અને રાષ્ટ્રીય લેવલે ફરિયાદ કરવાનું જણાવ્યું. સાંસદે જણાવ્યું કે આ બાબતે ભાજપના આમ આદમી પાર્ટીના કે અન્ય મારી સાથે ફરનારા પણ જે કોઈ હશે તો તેમને છોડવામાં નહીં આવે, નર્મદા જિલ્લામાં આમ આદમી પાર્ટી ભાજપ અને કોંગ્રેસ મીલીભગતથી ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે.