વડોદરામાં એક તરફ અધિકારીઓ કામ નહીં કરતા હોવાની 5 ધારાસભ્યોએ ફરિયાદ કરી છે. તેવામાં સાંસદે કાર્યકર્તાઓના વખાણ કર્યા છે. તેઓએ વોર્ડ 16ના પેવર બ્લોકના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ભાજપના કાર્યકરો લોકોની ગાળો ખાઈ, લોકોના કામ માટે અધિકારીઓ સાથે ગાળાગાળી કરી લે છે સંબોધન કર્યું હતું. કાર્યકર્તાઓના અધિકારી સાથે અભદ્ર ભાષાના ઉપયોગને સમર્થન આપતા તેમના નિવેદનથી અનેક સવાલો ઊઠી રહ્યા છે. હાલ આ વીડિયો. સો. મીડિયામાં વાયરલ છે.ઉલ્લેખનીય છે કે ધારાસભ્યોની ફરિયાદથી વિપરીત સાંસદે કાર્યકર્તાઓ અધિકારીઓ પાસે કામ કરાવી શકતા હોવાનું સંબોધન કર્યું છે.