SIRની કામગીરી મુદ્દે સાંસદ ગેનીબેન ઠાકોરના ગંભીર આક્ષેપો."SIRમાં કોંગ્રેસને માનવા વાળાના ફોર્મ ઓછા ભરવા સૂચના અપાય છે"."તમામને અપીલ કે તમારો મત જીવંત રહે એ માટે ફોર્મ ભરી દેજો".જન આક્રોશ રેલીમાંથી ગેનીબેન ઠાકોરનો હુંકાર."ભાજપની સાત પેઢી પણ કોંગ્રેસને નેસ્ત નાબૂદ નહીં કરી શકે" કોંગ્રેસની જન આક્રોશ યાત્રામાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ સરકાર પર પ્રહાર કર્યા.કહ્યું, રાજ્ય સરકારે આપેલી ખેડૂતો માટે સહાય પૂરતી નથી...ખેડૂતો આપઘાત કરવા મજબૂર ત્યારે વીઘે 3500નું પડીકું આપી દેવાયું.ગુજરાતના ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ થાય તેવી કોંગ્રેસની માગ છે.તેમણે કહ્યું, બીજા રાજ્યમાં ભાજપ આર્થિક સહાય કરે છે પણ ગુજરાતમાં નહીં.