ધર્મ હંમેશાથી આપણી સંસ્કૃતિમાં સૌથી સંવેદનશીલ મુદ્દો રહ્યો છે અને આ મુદ્દે વિવાદ એટલો વકર્યો છે કે, સનાતન ધર્મમાં વિરોધનો વંટોળ છે. સાળંગપુરમાં હનુમાનજીના અપમાન બાદ સ્વામિનારાયણ સંપ્રદાય સામે સાધુ-સંતો ચારેબાજુથી વિરોધ કરી રહ્યા છે,ત્યારે હવે આ મામલે કાયદાકીય કાર્યવાહીના મંડાણ થયા છે.. રાજકોટના વકીલે મંદિર ટ્રસ્ટને નોટિસ ફટકારી છે.