ગીર સોમનાથ જિલ્લામાં એકસાથે જોવા મળ્યા 14થી વધુ સિંહ. કોડિનાર-ઉના હાઇવે પર દેવળી ગામ પાસે દેખાયું સિંહનું ટોળું. સિંહ પરિવાર મોડી રાતે રસ્તો પસાર કરતો જોવા મળ્યો. વાહન ચાલકે સાવજ પરિવારનો વીડિયો ઉતાર્યો. કહેવાઇ રહ્યું છે કે, વરસાદી વાતાવરણમાં ગીરમાં મચ્છરોનો ઉપદ્રવ વધતો હોય છે. જેથી સિંહ ગીરથી બહાર નીકળીને ટેકરા, ડુંગરા અને ખુલ્લા વિસ્તારોમાં રહેવું પસંદ કરે છે. આ સિંહ પરિવારનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે.