આતંકી શાહીન શાહિદ અંગે વધુ ખુલાસાઓ આવ્યા સામે. શાહીને 2 વર્ષ UAEમાં નોકરી કરી હોવાનું સામે આવ્યું.. કાનપુર મેડિકલ કોલેજમાં નોકરી છોડ્યા બાદ શાહીન ગઈ હતી UAE. જોકે સૂત્રોના મતે UAEમાં જ શાહીનને જૈશની મહિલા વિંગ માટે તૈયાર કરાઈ હોવાની પણ શંકા. સુરક્ષા એજન્સીઓની તમામ પાસાને લઈ તપાસ. ડૉ. શાહીન શાહિદની તપાસમાં ચોંકાવનારા ખુલાસાઓ..શાહીન અને સાથીઓ બે વર્ષથી જમા કરી રહ્યા હતા વિસ્ફોટક.. પૂછપરછ દરમિયાન શાહીને ષડયંત્ર રચ્યાનું સ્વીકાર્યું. શાહીન ફરીદાબાદમાં અલ ફલાહ યુનિ.માં કરતી હતી કામ. જૈશની મહિલા વિંગ જમાત-ઉલ-મોમિનાત સાથે જોડાયેલી શાહીન.. 7 નવેમ્બરે ડૉ. શાહીન શાહિદની થઈ હતી ધરપકડ.તપાસ દરમિયાન શાહીનની કારમાંથી મળી હતી રાઈફલ.જૈશના વડા મસૂદ અઝહરની બહેન સાદિયાના હતી સંપર્કમાં.સાદિયાના ઈશારે ભારતમાં જૈશ માટે મહિલાઓની કરતી ભરતી