વર્ષ 1879માં મોરબીના મહારાજા સર વાઘજી ઠાકોરે મચ્છુ નદી પર બનાવેલ ઐતિહાસિક પાડાપુલની હાલત અતિ બિસ્માર બની છે. પુલની દીવાલોમાં તિરાડો પડતા સળિયા દેખાવા લાગ્યા છે..વર્ષ 1979 11 ઓગસ્ટે મચ્છુ જળ હોનારત સમયે પુલ તૂટતા પડતા સમારકામ કરાયું હતું. ત્યારબાદથી અત્યાર સુધી રિપેરિંગ કામગીરી ન કરાતા પુલ જર્જરિત બન્યો છે. મોરબી 1 અને 2 વિસ્તારને જોડતો એકમાત્ર બ્રિજ છે. અને આ પુલની બાજુમાં વર્ષ 2004માં મયુર પુલ બનાવાયો હતો. જેથી બન્ને પુલ પરથી વન વે વાહનો પસાર થાય છે. ઝૂલતા પુલ દુર્ઘટના બની હતી ત્યારે તંત્રએ તમામ જર્જરિત પુલનું સમારકામની જાહેરાત કરી હતી. પરંતુ કોઈ કામગીરી ન કરાતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.