રાજ્યમાં જૂન મહિનામાં ચોમાસું નબળું પડ્યું..છેલ્લાં 12 વર્ષમાં જૂન મહિનામાં સૌથી ઓછો વરસાદ નોંધાયો. ગત વર્ષે જૂનમાં 279 મીમી વરસાદ નોંધાયો હતો. આ વર્ષે જૂન મહિનામાં માત્ર 23 મીમી વરસાદ. ગરમીના કારણે હવામાં ભેજ વિખેરતા ચોમાસું નબળું પડ્યું. ગત વર્ષની સરખામણીએ જૂન મહિનામાં 29.1 ટકા ઓછો વરસાદ ચોમાસું કેમ અટક્યું તેની વાત કરવામાં આવે તો, હવામાં ભેજને વિખેરતા ચોમાસું સક્રિય થતું નથી..તાપમાન વધારે હોવાથી વરસાદી વાદળો વિખરાઈ જાય છે..અતિશય ગરમી ભેજવાળી હવાને નબળી પાડી દેતી હોય છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી ચોમાસાની ગતિ ધીમી પડી. અરબી સમુદ્રના ભેજયુક્ત પવનો નબળા પડ્યા. વાતાવરણના અસંતુલનથી વરસાદનું જોર ઘટ્યું.