અમરેલી જિલ્લામાં રાજુલા-જાફરાબાદના ધારાસભ્ય હીરા સોલંકીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.રાજુલા વિધાનસભા ક્ષેત્રના પટવા ગામના મજૂરો સ્થાનિક ખેડૂતોની વાડીમાં મજૂરી કરવા માટે ટ્રેક્ટર લઈને નાના આસરણા ગામ ગયા હતા. ત્યાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા મજૂરોને માર મારવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ થતા હિરા સોલંકી તેમના સમર્થકો સાથે નાના આસરણા પહોંચી ગયા હતાા અને સીધા રહેવાની ગર્ભિત ચેતવણી આપી હતી. આજ પછી કોઈ અડશે નહીં ને ? ટ્રેકટર રોજ ચાલશે, આ લોકોની ઈચ્છા હશે તેમ ચાલશે, અમને કોઈ રોકશે તો જાફરાબાદ દૂર નથી. કાળુ અને ઇબ્રાહિમભાઈને કહેજો કે ભાઈ પોતે આવ્યા હતા. ડુંગરના જે કોઈ હોય તેને ફાર્મ ઉપર લઈ આવજો.' હિરા સોલંકી પટવા ગામના મજૂરોને આસરણામાં ગામમાં માર મારવામાં આવ્યો હતો જેને લઈને લુખ્ખા તત્વોને તેની જ ભાષામાં જવાબ આપવામાં આવશે તેવું હીરા સોલંકીએ સ્પષ્ટ કર્યું હતું.