ભાગેડુ છોકરા છોકરીના લગ્નની પાટીદાર સમાજની રજૂઆત બાદ વધુ એક MLA હીરા સોલંકીએ કાયદો બનાવવા માંગ કરી છે. ગુજરાત અખિલ ભારતીય પ્રદેશ પ્રમુખ કોળી સમાજ હીરા સોલંકીએ પાટીદાર સમાજ સાથે પોતાનો સુર પુરાવ્યો છે. તેઓનું કહેવું છે કે ભાગેડુ દીકરા દીકરીના કિસ્સા અમારા સુધી આવે છે સરકાર કાયદો બનાવે તો સારૂ. તેઓનું કહેવું છે કે માં બાપ રડતા રડતા આવે તે દુઃખ થાય અમે આવું મારા સહીત અનેક સમાજમાં જોયું છે મહત્વનું છે કે 3 દિવસ પહેલા ભાગેડુ લગ્ન પ્રથાનો મુદ્દો સચિવાલય પહોંચ્યો હતો કે જ્યાં પાટીદાર સમાજના યુવા આગેવાનોએ ગાંધીનગરમાં રજૂઆત કરી હતી. પાટીદાર સમાજ દ્વારા ભાગેડુ લગ્ન પ્રથામાં સુધારો કરવા નાયબ મુખ્યપ્રધાન, કાયદા પ્રધાનને રજૂઆત કરવામાં આવી હતી. માતા-પિતા સિક્યોર થાય તે પ્રકારે કાયદો બને તેવો મત વ્યક્ત કર્યો હતો.